Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

વલસાડના પારડીમાં મોબાઈલ ટોઈલેટનો ઉપયોગ કરનારને પાંચ રૂપિયા અપાશે

ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી વિસ્તારની નગરપાલિકાની કારોબારી સમિતિએ એક નવા પ્રયોગ હેઠળ સ્લમ વિસ્તારોના રહીશોને મોબાઈલ ટોઈલેટનો ઉપયોગ કરવા બદલે દર વ્યક્તિદીઠ પાંચ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

  આગામી સામાન્ય સભામાં આ નિર્ણયને પસાર કરવા માટેની વાત રજૂ કરવામાં આવશે. પારડી શહેરના સ્લમ વિસ્તારમાં હજુ પણ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે.

(10:08 pm IST)