Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અમદાવાદના પાલડી વિસ્તારમાં 20 વર્ષીય યુવકે નવમાં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

પિતા સાથે રિયલ એસ્ટેટમાં જોડાયેલ મૃતક સાહિલ પરિવારનો એક્નો એક પુત્ર

અમદાવાદ: શહેરના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકે નવમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે.બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ શરૂ કરી છે. જો કે આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. 

 આ અંગે મળતી વિગત મુજબ શહેરના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં નવમા માળે રહેતા 20 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ ફાટ્યું છે.  આ ફ્લેટમાં રહેતો સાહીલ શૈલેનભાઇ શાહ નામનો યુવક થોડા સમય પહેલા જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટના ધંધામાં જોડાયેલો હતો. સાહિલ તેના માતા પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક દિકરો હતો.

(6:15 pm IST)