Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સપ્ટેમ્બરમાં રાજ્યમાં ત્રણ ગણો વધુ વરસાદ ખાબક્યો

છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ

અમદાવાદ :  રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા જેટલો વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.

(11:58 am IST)