Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગુજરાત કેડરના સિનિયર IPS એનએસજીના ડાયરેક્ટર એ.કે સિંઘ 30મીએ સેવા નિવૃત્ત થશે

NSG ડીજીનો વધારોનો હવાલો ITBP ડીજી એસએસ દેસવાલને સોંપવામાં આવ્યો

અમદાવાદ :ગુજરાત કેડરના 1985 બેચના સિનિયર આઈપીએસ અધિકારી અને નેશનલ સિક્યુરિટિ ગાર્ડના ડીજી(NSG)અનુપ કુમાર સિંઘ આગામી 30મી સપ્ટેમ્બરના રોજ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થશે. NSG ડીજીનો વધારોનો હવાલો ITBP ડીજી એસએસ દેસવાલને સોંપવામાં આવ્યો છે.

ગુજરાત કેડરના 1985 બેચના સિનિયર આઈપીએસ અધિકારી અનુપ કુમાર સિંઘ આગામી 30મી સપ્ટેમ્બરના રોજ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થશે. સિનિયર આઈપીએસ અનુપ કુમાર સિંઘની ગત ઓક્ટોબર મહિનામાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડીજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે પહેલા તેઓ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા. 1985 બેચના સિનિયર આઈપીએસ અધિકારી અનુપ કુમાર સિંઘને કેન્દ્ર સરકારે ગત વર્ષે NSG ડીજી તરીકે નિમણૂક આપી હતી.

તેઓ 11 મહિના સુધી NSG ડીજી તરીકે કાર્યરત હતા. વય મર્યાદાના કારણે NSG ડીજી અનુપ કુમાર સિંઘને સેવા નિવૃત્ત કરવામાં આવશે. તેમની જગ્યાનો વધારાનો હવાલો 1984 બેચના હરિયાણા કેડરના ITBP ડીજી એસએસ દેસવાલને સોંપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે NSGના ડીજી તરીકે કોઈ નવા અધિકારીની હજી સુધી નિમણૂક કરી નથી. જે આગામી દિવસોમાં કેન્દ્ર સરકારને પ્રીતિપાત્ર અધિકારીને સોંપવામાં આવશે.

ગુજરાત કેડરના 1985 બેચના સિનિયર આઈપીએસ અનુપ કુમાર સિંઘ અમદાવાદ પોલીસ કમિશનર હતા તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા તે વખતે એક એમ્બયુલન્સને જવા દેવા માટે પીએમના કાફલાને રોકી દીધો હતો. ઉપરાંત યુ.કે માં સ્થાઈલ થયેલા યુનાઇટેડ બેવરેજીસના માલિક વિજય માલ્યા સામે એક દસકા પહેલા .કે સિંઘે કેસ દાખલ કર્યો હતો. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. વિજય માલ્યા સામે કેસ દાખલ થયા બાદ ઉપરથી દબાણ આવવાના કારણે કેસને રફેદફે કરી દેવામાં આવ્યો હતો.

(12:20 am IST)
  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST

  • નાગપુર સહિત પૂર્વ વિસ્તારમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલુ ૧૦ ઓકટોબર પહેલા ચોમાસું પાછું ખેંચાશે નહીં : આ ચોમાસાની સિઝનનો ગાજવીજ સાથે વરસાદનો અંતિમ રાઉન્ડ નાગપુર સહિત પૂર્વ વિદર્ભમાં ચાલી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી અહીં ગરમ અને સૂકું હવામાનની સંભાવના છે. ૧૦ ઓકટોબર પહેલા ચોમાસુ પાછું ખેંચવાની શકયતા નથી. access_time 3:59 pm IST