Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

દાહોદના સંજેલીમાં દુકાનમાં શોટ-સર્કિટ થતા આગ ભભૂકી ઉઠતા અફડાતફડી

દાહોદ:જિલ્લાના સંજેલી ખાતે પોસ્ટ ઓફિસ સામે આવેલી એક ઇલેકટ્રોનિક્સ શોરૃમમાં શોર્ટસર્કિટના કારણે ૨૭મી અને ગુરૃવારે સવારે અચાનક શોટસર્કિટથી આગ લાગતા દુકાનમાં રહેલા ટીવી, ફ્રીજવોશીંગમશીન જેવી કિંમતી વસ્તુઓ આગની લપેટમાં ખાક થઇ ગઇ હતી.

 સંજેલી નગર વહેલી સવાર પોસ્ટ ઓફિસ પાસે આવેલા શો રૂમમાં આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીજામાળે રહેતા દુકાનમાલીક અજીજભાઇ વહોરા તથા મોઇઝભાઇ વહોરા પરિવારના લોકો ધુમાડામાં સપડાઇ જતા આસપાસનાં લોકો તેમને બચાવી લીધા ટયુશન ક્લાસમાં આવેલા નાના ગામડાના ૧૫ બાળકો પણ બાજુના મકાનની બારીમાંથી બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા 

 

(6:39 pm IST)