Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ખેડા એલસીબીએ ચકલાસીમાં દારૂના અડ્ડા પર દરોડા પાડી પાંચ શકુનિઓની ધરપકડ કરી

ખેડા: એલસીબી પોલીસે જિલ્લામાં વધેલી દેશી-વિદેશી દારૂ ની બદી નાથવા અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન કઠલાલમાં બે ઠેકાણેથી તેમજ મહેમદાવાદ અને ચકલાસીમાં એક-એક ઠેકાણે દરોડો પાડી દેશી-વિદેશી દારૂના ચાર કેસો કરી એક મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ ખેડા જિલ્લા એલસીબીની એક ટીમ કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે ખલાલ નજીક હોન્ડાસાઈન મોટરસાઈકલ નં જીજે ૨૭ એડી ૫૯૩૮ લઈને આવતાં રમેશભાઈ ઉર્ફે રમણભાઈ કાનજીભાઈ સોલંકી અને હસમુખભાઈ ઉર્ફે કાકા ભુદરભાઈ પટેલ (બંને રહે, અમદાવાદ)ને અટકાવીને શંકાના આધારે ચેકિંગ કરતાં તેઓના મોટરસાઈકલની પેટ્રોલની ટાંકીમાં, શીટની નીચે તેમજ પેટ્રોલની ટાંકીની નીચે છુપુ ખાનું બનાવી તેમાં દેશી દારૂની કોથળીઓમાં ૬૬૦ રૂપિયાની કિંમતનો ૩૩ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે મોટરસાઈકલ કિંમત રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂ.૨૫,૬૬૦ નો મુદ્દામાલ કબજે કરી કઠલાલ પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:35 pm IST)