Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમિતભાઈ શાહ આ યુગના લોખંડી પુરુષ છે: મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કહ્યું અમિતભાઇ તમે સાચા કર્મયોગી છો. તમારા જેવા નેતા મેળવીને પહેલાં ગુજરાત અને હવે ભારત ધન્ય બન્યું

 

આજે અમદાવાદ ખાતે કોન્વોકેશનના એક કાર્યક્રમમાં બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આપણા યુગના લોખંડી પુરુષ છે. મુકેશભાઈ અમિતભાઈ ને સાચા અર્થમાં કર્મયોગી ગણાવ્યા હતા.

ગાંધીનગર- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ભારતના સાચા કર્મયોગી અને લોહ પુરૂષ કહ્યાં છે. લોખંડી પુરૂષનો શબ્દ સરદાર વલ્લભભાઇ પટેલ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે તેમણે ઉપયોગ કર્યો હતો

  . તેમણે કહ્યું હતું કે અમિતભાઇ તમે સાચા કર્મયોગી છો. તમારા જેવા નેતા મેળવીને પહેલાં ગુજરાત અને હવે ભારત ધન્ય બન્યું છે. તમે આપણા દેશ માટે લોખંડી પુરૂષ છો. મુકેશ અંબાણી ગાંધીનગરમાં પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના સાતમા દિક્ષાંત સમારોહમાં તેમનું વક્તવ્ય આપી રહ્યાં હતા. તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનું ફોક્સ હતું કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી બને અને તે કામ તેમણે પૂર્ણ કર્યું છે. 2007માં સ્થપાયેલા યુનિવર્સિટીમાં આજે દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યાં છે.

   મુકેશ અંબાણીએ પીડીપીયુના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. ક્યારેય મહત્વકાંક્ષાઓને રોકશો નહીં અને ક્યારેય મોટા સપનાં જોવામાં સંકોચ કરશો નહીં. બઘાં વિદ્યાર્થીઓ આશાવાન બનશે તો આવતીકાલનું ભારત અને આવતીકાલની દુનિયા સારી બનશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પાંચ વર્ષમાં ભારતને થ્રી ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સપનું સાકાર કરી બતાવ્યું છે પરંતુ તેઓ 2022 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સપનું જુએ છે અને તેને પૂર્ણ કરશે તેવો મને વિશ્વાસ છે. દેશમાં મેક ઇન ઇન્ડિયા મોદીનું મિશન છે.

(1:10 am IST)