Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદમાં આરોગ્ય વિભાગનો સપાટો : સાબરમતી વોર્ડમાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત પાંચ એકમો કર્યા સીલ

અક્ષર 111 બિલ્ડિંગનાં બેઝમેન્ટમાં મોટા પાયે મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું

અમદાવાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે સાબરમતી વોર્ડમાં આવેલા પાંચ એકમોને સીલ કરવામાં આવ્યા છે. ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, ઢોસા પ્લાઝા, મેકડોનાલ્ડ અને હોટેલ ડિલાઇટ સીલ કરાયા છે.

   અક્ષર 111 બિલ્ડિંગનાં બેઝમેન્ટમાં મોટા પાયે મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ. જેથી આરોગ્ય ખાતાએ કોમ્પલેક્ષમાં આવેલા પાંચ એકમ સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી હોટલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

  અત્રે ઉલેલ્ખનીય છે કે શહેરમાં વધતા જતા બિમારીના આંકડાને કારણે આરોગ્ય વિભાગ ઠેર ઠેર તપાસ કરી રહ્યું છે

(11:41 pm IST)