Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ધાનેરામાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વિડિઓ વાયરલ નશાખોરે શાકભાજી અને મસાલા રસ્તા પર ઢોળી નાખ્યા

ધાનેરામાં દારૂ પીને ડીંડક કરવાવાળાની  કોઇ કમી નથી. આવા જ એક દારૂડિયાના નાટકનો વીડિયો વાયરલ થયો છે. ધાનેરા ત્રણ રસ્તા પાસે દારૂ પીને એક શખ્સે શાકભાજી અને મસાલાઓને રસ્તા પર ઢોળી નાખ્યા. જે બાદ દારૂડીયો બેભાન થઇને પડયો હતો.

 ધાનેરામાં દારૂડીયાના ત્રાસને લઇને અગાઉ ઘણી વખત ઉચ્ચ કક્ષાએ લોકોએ રજૂઆત કરી હોવા છતા કોઇ પગલા લેવાતા નથી. ત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે ચોક્કસપણે સવાલો સર્જાય છે

(10:21 pm IST)