Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

આતંકી એલર્ટ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી કાલે કચ્છના પ્રવાસે :અછત કામગીરીના પુસ્તકનું કરશે વિમોચન

સરહદે આઈબીનું એલર્ટ ;બે શંકસપદ શખ્શો ઘૂસ્યાની તસવીરો જાહેર

અમદાવાદ : આતંકી એલર્ટ વચ્ચે શુક્રવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છના પ્રવાસે જવાના છે.મુખ્યમંત્રી રૂપાણી કચ્છમાં અછત અંગેની પુસ્તિકાનું વિમોચન કરવાના છે. આ પુસ્તિકામાં અછત કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવેલુ છે.

કચ્છ સરહદ પર IB દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટની સાથોસાથ 2 શંકાસ્પદ શખ્સોની તસવીરો પણ જાહેર કરી છે. અક્રમ કુરેશી અને સજ્જાદ ભટ્ટી નામના શખ્સોના ફોટો ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. નાની હોડીનો ઉપયોગ કરીને શખ્સોએ ગુજરાતમાં પ્રવેશ કર્યોહોવાની આશંકા છે

(10:17 pm IST)