Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુરતના શોપિંગ મોલમાં બે મહિલાનો ચોરી કરતા રંગેહાથ ઝડપાઇ :વિડિઓ વાયરલ

કર્મચારીઓ દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી

સુરતના શોપિંગ મોલમાં મહિલાઓ ચોરી કરતી રંગેહાથ ઝડપાઇ હોવાનો વીડિયો વાયરલ થયો છે. શોપિંગના બહાને મોલમાં ચીજ વસ્તુઓની ચોરી કરતી મહિલાઓ રંગેહાથ ઝડપાઇ ગઇ હતી. વાયરલ વીડિયોમાં બે મહિલાઓ શિફ્ટપૂર્વક કોસ્મેટિક સહિત મોંઘી ચીજ વસ્તુઓની ચોરી કરતી દેખાય છે.

  ખાનગી મોલમાં શોપિંગના બહાને ચોરી કરતી મહિલાઓને મોલમાં હાજર કર્મચારીઓએ રંગેહાથ ઝડપી પાડી હતી. બંને મહિલાઓની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડથી મોલમાં હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ઘટના બાદ મોલના કર્મચારીઓ દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

(10:14 pm IST)