Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુઇગામના ભટાસણાના દલિત યુવકની ગળેફાંસો ખાધેલી હાલાતમાં લાશ મળતા ચકચાર :હત્યા કરાયાનો આરોપ

જાતિગત ટિપ્પણી મામલે સામસામી ફરિયાદ બાદ યુવકની ફાંસો ખાધેલી લાશ મળી

સુઇગામના ભટાસણાના દલિત યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જોકે દલિતો દ્વારા ગામના જ લોકો પર હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. પરંતુ મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા આત્મહત્યા જ કરી હોવાનું હાલમાં ફલિત થયું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  સુઇગામ તાલુકાના ભટાસણા ગામમાં જાતિગત ટીપ્પણીને લઈ વિવાદ થતાં સામસામી ફરિયાદો નોંધાયા બાદ ગામના રમેશ નામના દલિત યુવકની શંકાસ્પદ હાલતમાં લીમડાના ઝાડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી જોઈને ઘટનાને પગલે વિશાળ સંખ્યામાં દલિતો એકત્ર થઈ ગયા હતા

સામેના પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા દબાણ કર્યુ હતું. જો કે મૃતક પાસેથી સુસાઇડ નોટ મળતા પોલીસે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યુ છે. જેથી હાલમાં પોલીસે મૃતદેહને પેનલ પી.એમ અર્થે મોકલી આપ્યો છે. .

 
(10:11 pm IST)