Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા આરોગ્યતંત્રના રેસ્ટોરન્ટ અને અન્ય સ્ટોલ પર દરોડા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 300 કિલો જેટલી અખાધ્ય સામગ્રીનો નાશ કરાયો :12 કિલો પ્લાસ્ટિક જપ્ત

 

યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે  ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે માટે રહી બનાસકાંઠા જિલ્લા ફ્રુડ અને ડ્રગ વિભાગ દ્વારા ખાણી પીણીના રેસ્ટોરેન્ટ તેમજ અન્ય સ્ટોલ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  

 અંબાજી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે 300 કિલો જેટલી અખાધ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અને ફરસાણ તળવા માટેનું 35 કિલો તેલનો પણ નાશ કરાયો હતો ખાસ કરીને અંબાજીમાં ફાફડા ગોટા જેવી ખાધ્ય સામગ્રીમાં વોશિંગ પાવડર નખાતા હોવાની હકીકત સામે આવતા અને ફૂડ વિભાગ પણ ચોંકી ગયું હતું જો કે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાથે અંબાજીમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં પ્લાસ્ટિકનું વેચાણ થતું હોવાથી 12 કિલો જેટલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. એટલું નહીં પ્રસાદ પુજાપાની સામગ્રી ઉપર પણ કાર્યવાહી હાથ ધરતા મોટાભાગની દુકાનોમાં પ્રસાદના પેકેટમાં લખેલા વજન કરતા ઓછું વજન મળતા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંબાજીમાં મેળા માટે ફ્રુડ એન્ડ ડ્રગની 15 જેટલી ટીમો બનાવવામાં આવેલી છે. જે મેળો પૂર્ણ થાય ત્યાં સુધી કામગીરી કરતી રહેશે તેમ વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ

 

(10:05 pm IST)