Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સલૂન કારોબાર વધારવા માટે કૌશલ્ય ખુબ જરૂરી

ગોદરેજ પ્રોફેશનલનો કલર પ્લે ટ્રેન્ડ

અમદાવાદ, તા.૨૯ :  ભારતમાં સલૂન ઉદ્યોગને સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગોદરેજ પ્રોફેશનલ કે જે સૌપ્રથમ પ્રોફેશનલ હેર કલર એન્ડ હેર કેર બ્રાન્ડ છે અને ખાસ કરીને ભારતીય લોકોના વાળ માટે છે તેણે વિખ્યાત સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ અને એજ્યુકેશન એમ્બેસેડર ગોદરેજ પ્રોફેશનલ આશા હરિહરન અને ટેકનિકલ એમ્બેસેડર ગોદરેજ પ્રોફેશનલ યાન ડી રોઝારીયો સાથે મુંબઇ ખાતે એક ટ્રેન્ડ કલેક્શનનું આયોજન કર્યું હતું. આ વર્કશોપમાં ગોદરેજ પ્રોપેશનલ કલર પ્લે ટ્રેન્ડઝ ૨૦૧૯ - પીક અ બૂ રુબી, ટાઇગર આઇ બ્રોન્ઝ અને બાલાયાગે ગોલ્ડ એશના ત્રણ લૂક્સ પાર્ટ્સમાં સ્થાનિક સ્ટાઇલિસ્ટને રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ આશરે ૧૦૦થી વધુ સ્ટાઇલિસ્ટોએ બ્રાન્ડના એજ્યુકેશન અને ટેકનિકલ એમ્બેસેડર સાથે આખો દિવસ વિતાવ્યો હતો જેમણે ગોદરેજ પ્રોફેશનલ કલર પ્લે ટ્રેન્ડઝ ૨૦૧૯ના ભાગ એવા નવા લૂક્સનું પ્રદર્શન કર્યું હતું.

    ગોદરેજ પ્રોફેશનલના ટ્રેન્ડ કલેક્શન વર્કશોપ પર ટિપ્પણી કરતા ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમીટેડના ભારત અને સાર્કના સીઇઓ શ્રી સુનિલ કટારીયાએ જણાવ્યું હતું કે, ગોદરેજ પ્રોફેશનલ ખાસ કરીને ભારતીય લોકોના વાળ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલ સિદ્ધ સલૂન પ્રોડક્ટ્સ સાથે કસ્ટમાઇઝ્ડ, ટ્રાન્સફોર્મેટીવ શિક્ષણ પૂરું પાડીને ટેકનિકલ માસ્ટર્સ બનવાનો હેતુ ધરાવે છે. સલૂનનો કારોબાર વધારવા માટે કૌશલ્ય-રચના શિક્ષણ અગત્યનું રહેશે. ઉદ્યોગ નિષ્ણાતો સાથે ટ્રેન્ડ કલેક્શન વર્કશોપ્સ જેવા પ્રયત્નો મારફતે અમે હેર સ્ટાઇલિંગ અને કલરીંગ તાલીમ સ્ટાઇલિસ્ટને પૂરી પાડવા માગીએ છીએ, જેનાથી ફક્ત તેમનું કૌશલ્ય જ નહી પરંતુ તેમના ગુજરાનની તકોમાં પણ વધારો થશે.આ પ્રસંગે પોતાનો અનુભવ શેર કરતા સેલિબ્રેટેડ હેરસ્ટાઇલિસ્ટ અને ગોદરેજ પ્રોફેશનલ એજ્યુકેશન એમ્બેસેડર આશા હરિહરને ઉમેર્યું હતું કે, હું ગોદરેજ પ્રોફેશનલ સાથે ભાગીદારી કરતા ખુશ છું કેમ કે તેણે સલૂનમાલિકોના વિકાસ માટે સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે અમદાવાદમાં ત્રણ યુનિક લૂક્સ બાલાયાગે ગોલ્ડ એશ, ટાઇગર આઇ બ્રોન્ઝ અને પીક અ બૂ  રુબીનું  નિદર્શન કરતા અને શેર કરતા ખુશ છીએ. આ સેમીનાર ઉગતા અને પ્રવર્તમાન સ્ટાઇલિસ્ટ માટે શીખવાનું અને નવા પ્રવાહ અનુસાર પોતાના કૌશલ્યમાં વધારો કરવાનુ સુંદર પ્લેટફોર્મ છે. પાર્ટિસિપન્ટસ પાસેથી મળેલા પ્રતિભાવોથી અમે ખુશ છીએ. ગોદરેજ પ્રોફેશનલ પ્રથમ હેર પ્રોફેશનલ રેન્જ છે જેને ભારતીય હેરડ્રેસીંગ ઉદ્યોગ સાથેની ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે, જે સલૂનમાલિકો અને વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ અને પ્રમાણિત કરાયેલ છે.

(10:04 pm IST)