Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જુદી જુદી નાણાંકીય-બિનનાણાંકીય સમિતિ બની

વિવિધ સમિતિઓ રચાઈ

અમદાવાદ, તા.૨૯ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વર્ષ ૨૦૧૯-૨૦ માટે જુદીજુદી નાણાંકીય અને બિન નાણાંકીય સમિતિઓની રચનાની જાહેરાત કરી હતી. જેમાં પૂંજા વંશને જાહેર હિસાબ જ્યારે બાબુ બોખીરીયાને જાહેર સાહસોની સમિતિ સોંપવામાં આવી હતી. આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિવિધ સમિતિઓની રચના અને તેની જાહેરાતની ઔપચારિકતા પૂર્ણ કરાઇ હતી, જેમાં પત્રક ભાગ ૩ પ્રસિધ્ધ કરીને નાણાંકીય અને બિન નાણાંકીય સમિતિઓની રચના પ્રસિધ્ધ કરવામાં આવી હતી. વિધાનસભાના નિયમોના નિયમ ૧૫૬ (૧) અન્વયે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સંબંધિત સમિતિના પ્રમુખની નિમણૂંક કરી હતી. તો, અધ્યક્ષને પોતાને હોદ્દાની રૂએ નિયમો માટેની સમિતિ અને ગ્રંથાલય સમિતિ ફાળે આવી હતી. જયારે બાકીની સમિતિ અન્યોને ફાળવવામાં આવી હતી.

અધ્યક્ષ દ્વારા કોને કઈ સમિતિ સોંપાઈ

*   રાજેન્દ્ર ત્રિવેદી - નિયમો માટેની સમિતિ અને ગ્રંથાલય સમિતિ (હોદ્દાની રૂએ)

*   ડો. નીમાબેન આચાર્ય - અંદાજ સમિતિ

*   પૂંજાભાઈ વંશ - જાહેર હિસાબ સમિતિ

*   બાબુભાઈ બોખીરીયા - જાહેર સાહસો માટેની સમિતિ

*   રમણ પટેલ - પંચાયતી રાજ સમિતિ

*   રાધવજી પટેલ - બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ

*   પૂર્ણેશ મોદી - ગૌણ વિધાન સમિતિ

*   પ્રદીપ પરમાર - અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ

*   વલ્લભ કાકડીયા - સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ

*   મોહન ઢોડિયા - અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ

*   મહેશ રાવલ - સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિ

*   હર્ષ સંઘવી - સદસ્ય નિવાસ સમિતિ

*   મુકેશ પટેલ - સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિ

(9:57 pm IST)