Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પદવીદાનની સાથે સાથે.....

સેંકડોની સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવાયા

અમદાવાદ, તા. ૨૯ : ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રિલાયન્સના વડા મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*   ગાંધીનગરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી પદવીદાન કાર્યક્રમ યોજાયો

*   પાસઆઉટ થનાર વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી

*   ૧૨ વર્ષ પહેલા બનેલી યુનિવર્સિટીને ટૂંકમાં જ વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં સ્થાન અપાવવા અમિત શાહ અને મુકેશ અંબાણીએ દાવો કર્યો

*   પદવીદાનમાં યુનિવર્સિટીના ડિરેક્ટર મુકેશ અંબાણી, વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા

*   અમિત શાહે મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો

*   મુકેશ અંબાણીએ યુનિવર્સિટીના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને તેમની કામગીરીની પ્રશંસા કરી

*   વિદ્યાર્થીઓને નાના સપનાઓ નહીં જોવા માટે સૂચન કર્યું

*   અમદાવાદ તો વાણિયાનું સિટી કહેવાય તેમ કહીને મુકેશ અંબાણીએ તમામનું ધ્યાન ખેંચ્યું

*   મુકેશ અંબાણીએ સંબોધનના અંતે જય શ્રીકૃષ્ણ કહીને તમામના દિલ જીતી લીધા

*   પદવીદાન કાર્યક્રમના ભાગરુપે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી

*   મુકેશ અંબાણીએ ભારતનું ભાવિ સુરક્ષિત હાથમાં હોવાની વાત કરી

*   સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે અનેક કારણો હોવાથી પહેલાથી જ વિવિધ પગલા લેવાયા

*   છ ડીવાયએસપી, નવ પીઆઈ, ૪૦ પીએસઆઈ, પાંચ મહિલા પીએસઆઈ, ૪૧૦ પોલીસ જવાનો કાર્યક્રમને લઇને ગોઠવવામાં આવ્યા

*   વિદ્યાર્થીઓ, વાલીઓ, ફેકલ્ટી સ્ટાફ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત

*   ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

(9:53 pm IST)