Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

રાષ્ટ્રીય ખેલ દિવસે વડોદરામાં હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે ઉજવ્યો :કાળીપટ્ટી બાંધીને મનપા તંત્રનો વિરોધ કર્યો

છેલ્લા બે વર્ષથી હોકીના શિખાઉ ખેલાડીઓ કોર્પોરેશન પાસેથી હોકી માટે મેદાનની માંગ કરીપરંતુ તંત્ર ઉદાસીન

 

વડોદરા: રાષ્ટ્રીય ખેલ દિવસની સમગ્ર દેશભરમાં ખેલાડીઓએ ઉજવણી કરી પરંતુ વડોદરામાં  હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ કર્યો હતો

વડોદરામાં છેલ્લા બે વર્ષથી હોકીના શિખાઉ ખેલાડીઓ કોર્પોરેશન પાસેથી હોકી માટે મેદાનની માંગ કરી રહ્યા છે. પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો અને રાજય સરકારના પેટનું પાણી ન હલતુ હોય તેમ હોકી શીખતા નાના બાળકોની વ્યથા તેમના કાને નથી પહોચી રહી. હોકી મેદાન ન હોવાથી ખેલાડીઓ જયાં જગ્યા મળે છે. ત્યાં રમીને પ્રેકટીસ કરે છે. હાલમાં શિખાઉ ખેલાડીઓ શહેરના સિધ્ધનાથ તળાવ પર બનાવેલ ફૂટપાથ પર હોકીની પ્રેકટીસ કરી રહ્યા છે. જેમાં તેમને ખૂબ મુશ્કેલી પડી રહી છે. નાના ખેલાડીઓ કોર્પોરેશન પાસેથી હજી પણ મેદાન મળશે તે આસ લગાવી બેઠા છે.

નાના શિખાઉ ખેલાડીઓ પહેલા કલાભુવન સ્થિત મહારાજાના મેદાનમાં હોકી શીખતા હતા. જેમને બરોડા ડિસ્ટ્રીકટ હોકી એસોસિયેશન ફ્રીમાં હોકી શીખવાડતુ હતુ. પરંતુ હવે મેદાન ન હોવાથી એસોસિયેશનના લોકો હવે બાળકોને તળાવ પર બનાવેલ ફૂટપાથ પર હોકીની પ્રેકટીસ કરાવી રહ્યા છે. હોકીના કોચ ધ્યાનચંદજીના જન્મદિવસે બાળકોને ફૂટપાથ પર પ્રેકટીસ કરવી પડે તે ઘટનાને શરમજનક ગણે છે સાથે જ હોકીને જીવંત રાખવા મેદાન આપવા માંગ કરે છે. તો બરોડા ડિસ્ટ્રીકટ હોકી એસોસિયેશનના સેક્રેટરીએ રાજય સરકાર પર પાલિકાને જમીન ન આપવા માટે સૂચના આપી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

(9:51 pm IST)