Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વિઘ્નહર્તા દેવ ગણેશજીના વધામણાંમાં મોંઘવારીનો માર : પ્રતિમાના ભાવમાં 15થી20 ટકાનો વધારો

યુવક મંડળો દ્વારા પોતાના થીમ આધારિત ગણપતિની પ્રતિમા બનાવવાના ઓર્ડરો કારીગરોને આપી દીધા

અમદાવાદ:  વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ નજીક આવતા જ ગણેશજીના સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ સ્થાપનાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

ગણેશ ભક્તો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માંડયા છે. આ તરફ અમદાવાદમાં શ્રીજીના વધામણા માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. 50 હજારથી વધુ મૂર્તિઓ શહેરમાં સ્થાપિત થશે. 1 ફૂટથી લઈ 21 ફૂટ સુધીની મૂર્તિ સ્થાપિત થશે. ગણેશની આકર્ષક પ્રતિમાઓને કારીગરો દ્વારા અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. જો કે મોટાભાગે યુવક મંડળો દ્વારા પોતાના થીમ આધારિત ગણપતિની પ્રતિમા બનાવવાના ઓર્ડરો કારીગરોને આપી દીધા છે. સાથે સાથે વધતા જતા ગણેશ મહોત્સવના ક્રેઝને લઈને હાલ ઘરે-ઘરે પણ લોકો ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી 10-1૦ દિવસ સુધી પૂજા-અર્ચના કરશે.

જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગણેશજીની પ્રતિમાના ભાવમાં 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. લોકો હજુ પણ પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓની ખરીદી કરતા હોય છે. જે ઝડપથી બની જાય છે મૂર્તિ બનાવનાર કારીગરોનું કેહવું છે કે પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ કરતા માટીની મૂર્તિ બનાવામાં સમય અને ખર્ચ બંને વધારે થાય છે.

(9:48 pm IST)