Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

TDS ના નવા નિયમોથી ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ પરેશાન : યોગ્ય માહિતી નહિ મળે તો પહેલી સપ્ટેમ્બરથી વેપાર બંધની ચીમકી

વેપારીઓ પોતાના ધંધા રોજગારની અળગા રહેશે.;જનરલ સભામાં લેવાયો નિર્ણંય

 

 મહેસાણાઃ ઊંઝા માર્કેડ યાર્ડના વેપારીઓ TDSના નવા નિયમોને લઇને પરેશાન છે કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ ઉપર 2 ટકા ટીડીએસ લગાવવામાં આવતા કાયદાની મોહિતી નહીં આપે તો આગામી 1 સપ્ટેમ્બરથી રોજગારથી અળગા રહેશે.

    કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહી આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા વેપારીઓને જ્યાં સુધી આ કાયદાની યોગ્ય માહિતી નહિ પહોંચાડે ત્યાં સુધી વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારની અળગા રહેશે. જ્યા સુધી તેમને આ કાયદાની સંપૂર્ણ માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી તેવો નિર્ણય ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનની જનરલ સભામાં લેવામાં આવ્યો હતો.
   આ મામલે ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલનું કહેવું છે કે આ મામલે વેપારીઓ નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધવું જોઈએ. તેઓ અમારી માંગણી અને લાગણીને સમજીને આપું પગલું નહી ભરે તેવી વાત મૂકી હતી. હાલ તો સરકાર દ્વારા જો વેપારીઓને આગામી દિવસો આની યોગ્ય માહિતી નહી આપવામાં આવે તો આ વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાના ધંધા વેપારથી અળગા રહેશે અને પોતાનો વિરોધ નોંધાવશે

(9:47 pm IST)