Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદના સેટેલાઈટમાં ખાનગી હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મ : અમરાઈવાડીમાં પાડોશી યુવકે બળાત્કાર ગુજાર્યો : યુવતી ગર્ભવતી

 

અમદાવાદમાં બળાત્કારના બે બનાવો બહાર આવ્યા છે જેમાં સેટેલાઈટમાં એક ખાનગી હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ સામે પોસ્કો હેઠળ ગુન્હો નોંધાયો છે જયારે બીના બનાવમાં અમરાઈવાડીમાં પાડોશી યુવકે 20 વ્રક્ષની યુવતી સાથે દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની છે

આ અંગેની વિગત મુજબ સેટેલાઈટમાં એક ખાનગી હોસ્પિટલમાં એક યુવકે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવકે હોસ્પિટલમાં આવેલા સ્ટોર રૂમમાં સગીરા સાથે આ કૃત્ય કરતા મામલો સામે આવ્યો છે. પોલીસે પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કર્યું છે.

  બીજી ઘટનામાં અમરાઈવાડી વિસ્તારમાં પણ એક 35 વર્ષના વ્યક્તિએ 20 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવતીને 4 મહિનાનો ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો છે. પડોશમાં રહેતા વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે
મળતી માહિતી પ્રમાણે યુવતી માનસિક સ્થિર છે અને તલાક લઈ પોતાના પિયરમાં રેહતી હતી. પાડોશી વ્યક્તિએ વારંવાર તેની ઉપર દુષ્કર્મ આચર્યું છે. અને યુવતીને ગર્ભ રહી ગયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી છે

(9:46 pm IST)