Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદના હેબતપુર નજીક ઝાડીમાં છુપાવેલ 17,48 લાખના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્શો ઝડપાયા

મુખ્ય સાગરીત સલીમ ઉર્ફે તોતો હાલમાં ફરાર :શોધખોળ શરૂ

અમદાવાદમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જ્થ્થો ઝડપાયો છે. અશોક દંતાણી અને જીતુ મારવાડી લાખો રૂપિયાની કિંમતના દારૂ અને બીયરના જથ્થા સાથે ઝડપાયા છે. આ બંને શખ્સોએ 17.48 લાખની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો હેબતપુર નજીક એક ખેતરના ઝાડી ઝાંખરમાં છૂપાવીને રાખ્યો હતો. જે પોલીસે કબજે કરીને આ બંને શખ્સો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે.

દારૂની હેરાફેરીનો મુખ્ય સાગરીત સલીમ ઉર્ફે તોતો હાલમાં ફરાર થઇ ગયો છે. જેને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ થાય કે છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલાની એલર્ટ હોવાથી સઘન સુરક્ષા હોવા છતા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને 70 પેટી દારૂ જે વેચી નખાયો છે, તે ક્યાં વેચાયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:16 pm IST)