Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ભારે વરસાદ વચ્ચે રાજ્યમાં ૩૫ જળાશયો છલકાઇ ગયા

સરદાર સરોવરમાં ૮૫.૩૩ ટકા સુધી પાણી : ૫૪ જળાશયો ૭૦-૧૦૦ ટકા સુધી ભરાયા : અહેવાલ

અમદાવાદ,તા.૨૯ : ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે ૨૯મી ઓગસ્ટ સવારે ૮ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભારયા છે જ્યારે ૩૫ જળાશયો છલાયા છે. ૫૪ જલાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૮૫.૩૩ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળેલા અહેવાલમાં જણાવાયું છે.

     રાજ્યમં હાલ ૫૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૪૬૭૨૫, કડાણામાં ૮૪૫૨૨, ઉકાઈમાં ૭૦૭૬૩, વણાકબોરીમાં ૬૯૩૫૭, પાનમમાં ૬૧૪૮ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૮૨.૮૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૬.૨૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૭૯ એમ રાજ્યમાં કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૩.૮૯ ટકા એટલે કે ૪૧૧૩૫૮.૬૬ મીટર ઘનફૂટ પાણીનો જથ્થો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર બંધ પર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિશ્વના પ્રથમ વિશ્વના ૧૦૦ સ્થાનોમાં સમાવેશ વચ્ચે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૩૪ મીટરના આંકડાને પાર કરી ગઈ છે. પ્રથમ વખત સરદાર સરોવર બંધમાં પાણીની સપાટી આ સ્તર પર પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. આ સપાટીમાં આંશિક ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.

(8:54 pm IST)