Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પિડીત મહિલાઓનું સાથી બન્યુ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત 'સખી' વન સ્ટોપ સેન્ટર

પિડીત મહિલા બળાત્કાર, ઘરેલુ હિંસા,છેડતી, શારીરિક અને માનસિક શોષણજેવા અત્યાચારો સામે લડવા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતેથી મદદ મેળવી શકે છે: મિત્તલ પટેલ

અમદાવાદ : ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ ખાતે 'સખી' વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ વન સ્ટોપ સેન્ટરનો મુખ્ય હેતુ કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાનો તાત્કાલીક તબીબી, કાયદાકીય, મનો વૈજ્ઞાનિક અને પરામર્શની સેવા એ જ છત્ર હેઠળ પુરી પાડવી અને જાહેર, ખાનગી સ્થળે હિંસાનો ભોગ બનનાર મહિલાઓને એક જ સ્થળે તમામ મદદ અને આધાર મળી રહે તે છે.  

      સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત 'સખી'વન સ્ટોપ સેન્ટર ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ,હિલ્હી, મધ્યપ્રદેશ સહિતના કુલ ૭૬ મહિલાઓનેબળાત્કાર, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ, જેવા અત્યાચારોમાં જરૂરી મદદ પુરી પાડવામાં આવી છે. સિવીલ હોસ્પિટલના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ખાતે સેન્ટર એડમીનીસ્ટ્રેટર તરીકે મિત્તલ પટેલ, પ્રીતિ મોદી, નેહા નાગર અને અન્ય કર્મચારીઓ પિડિત મહિલાઓને મદદરૂપ બની રહ્યા છે.

    ‘સખી વન સ્ટોપ સેન્ટર’ સિવીલ હોસ્પિટલ અમદાવાદના સેન્ટર એડમીનીસ્ટ્રેટર મિત્તલ પટેલે જણાવ્યુ હતુ કે, ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સમાજમાં અથવા કાર્યના સ્થળે હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલીક ધોરણે તબીબી સેવા, પરામર્શ,કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા આશ્રય અને સંસ્થાકિય મદદ જેવી સંકલીત સેવા એક જ સ્થળેથી આપવામાં આવે છે. કોઇ પણ પિડીત મહિલા બળાત્કાર, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ, જેવા અત્યાચારો સામે નિર્ભય બનીને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ખાતેથી મદદ મેળવી શકે છે.

  અમારા સેન્ટરમાં અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિલ્હી,મધ્યપ્રદેશ સહિતના કુલ ૭૬ મહિલાઓને બળાત્કાર,ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ,જેવા અત્યાચારોમાં પિડીત મહિલાઓને જરૂરી તમામ મદદ કરવામાં આવી છે. આ કામગીરી કરવા માટે જીલ્લા કલેક્ટર, મહિલા બાળ વિકાસ અધિકારી એઝાઝ મનસુરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરી ગોહીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.‘સખી વન સ્ટોપ સેન્ટર’ના કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઇને મહિલાઓને પોતાના હક માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.તેમ  વંદના નીલકંઠ વાસુકિયા ( વિરમગામ)ની યાદીમાં જણાવાયું છે 

(7:23 pm IST)