Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

બોરસદ તાલુકાના કસુંબાડમાં યુવતીની છેડતી કરનાર શખ્સને ઠપકો આપ્યો: યુવતીના પરિવાર પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

બોરસદ: તાલુકામાં આવેલ કસુંબાડ ગામના નાકા તલાવડી વિસ્તારમાં રહેતી યુવતીનો ગામનાં જ યુવક દ્વારા પીછો કરી હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે મહિલાના પિતા દ્વારા ઠપકો આપતા યુવક સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને યુવતીના પરિવાર ઉપર હિચકારો હુમલો કરાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બાબતે બોરસદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી પ્રમાણે કસુંબાડ ગામમાં આવેલ નાકા તલાવડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ જાદવની ૧૮ વર્ષીય દિકરી રસ્તેથી પસાર થતા હતા ત્યારે જયેશ ઉર્ફે ભયલુ રાજુભાઈ જાદવે યુવતીનો હાથ પકડીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે યુવતીએ ઘરે જઈને વાત કરતા તેણીના પિતા રાજુભાઈ જાદવ યુવકના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્યારે જયેશ જાદવ, ભરત ચીમન જાદવ, રણછોડ વિઠ્ઠલભાઈ ભરવાડ અને ભીખાભાઈ ભરવાડે ભેગા મળીને રાજુભાઈ જાદવને ગાળો બોલી હતી. 

(5:37 pm IST)