Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

નડિયાદ તાલુકાન ચકલાસીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 4 ઇસમોની રંગેહાથે ધરપકડ

નડિયાદ:તાલુકાના ચકલાસીમાં આવેલ હાઈસ્કુલના કમ્પાઉન્ડના પાછળના ભાગે કેટલાક ઈસમો જુગાર રમતાં હોવાની બાતમીના આધારે ચકલાસી પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ચાર ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં જુબેરમહંમદ ખોખર, અયુબશા દિવાન, ઈનાયતખાન પઠાણ અને સોહેલખાન પઠાણનો સમાવેશ થાય છે. 

જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૩૯૮૦ તેમજ દાવ પરથી રૂ.૫૬૦ મળી કુલ રૂ.૪૫૬૦ ની મત્તા મળી આવી હતી. પોલીસે પકડાયેલા ચારેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:36 pm IST)