Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

નડિયાદ-મંજીપુરા રોડ પર તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું: રોકડ સહીત 74 હજારની મતાની ઉઠાંતરી: ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

નડિયાદ:નડિયાદ-મંજીપુરા રોડ પર આવેલ શ્યામસુંદર સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી દાગીના તેમજ રૂ.૫૦,૦૦૦ રોકડા મળી રૂ.૭૪,૦૦૦ ની મત્તા ચોરી હોવાની ફરિયાદ નડિયાદ રૂરલ પોલીસમાં નોંધાઈ છે. આ અંગેની નોંધાયેલ ફરિયાદમાં આડકતરી રીતે બે વ્યક્તિઓ પર શંકાની સોય તણાઇ છે. જેમાં મિત્ર અને મિત્રની પ્રેમિકાનો સમાવેશ થાય છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના મંજીપુરા ગામ નજીકની શ્યામસુંદર સોસાયટીમાં જ્યોતિબેન જસબીરસિંહ પંજાબી રહે છે. તેમના લગ્ન થયાં બાદ પતિ સાથે અણબનાવ બનતાં વિધવા માતા સાથે આ સોસાયટીમાં રહેતાં હતાં. તા.૭ ઓગસ્ટ,ર૦૧૯ ના રોજ તેમની માતાનું અવસાન થતાં તેઓ આ મકાનમાં એકલા પડી ગયાં હતાં. જેથી તેમના મિત્ર દિપકને પરિવાર સાથે આ મકાનમાં રહેવા બોલાવ્યાં હતાં. મંજીપુરામાં જ રહેતાં દિપક અયોધ્યાપ્રસાદ શુક્લ તેમની સાથે રહેતાં હતાં. તેઓ અવારનવાર તમારી માતા રહેતાં હતાં તે રૂમને કેમ તાળુ મારો છો તેની પુછપરછ કરતાં હતાં. જો કે રૂમમાં માતાનો સરસામાન હોવાનો જયોતિબેન જવાબ આપતા હતા. 

(5:36 pm IST)