Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુરતના પલસાણામાં બુટલેગર દંપતીએ માનવતાની હદ પાર કરી: 17 વર્ષીય પુત્રને 13 વર્ષીય બાળકી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બંધાવતા પોલીસે ધરપકડ કરી

સુરત:જિલ્લાના પલસાણા પંથકમાં રહેતા બુટલેગર દંપત્તિએ પોતાના ૧૭ વર્ષના પુત્રને નજીકમાં રહેતી ૧૩ વર્ષની બાળકી સાથે પ્રેમસંબંધ થતા બંનેના લગ્ન કરવાની વાત કરી બાળકી સાથે તરૂણને બેડરૂમમાં શરીર સંબંધ બાંધવા સંમતિ આપી હતી. બાળકીએ માતાને વાત કરતા મામલો પોલીસમાં પહોંચતા પોલીસે તરૂણને જુએનાઈલ હોમમાં મોકલી બુટલેગર દંપતિની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી બાળકીનું તબીબી પરિક્ષણ કરાવ્યું હતું.

પલસાણા પંથકમાં અનેક વખત વિવાદમાં આવેલા લીસ્ટેડ બુટલેગર પોતાની પત્ની સાથે રહે છે અને અનેક વખત દારૂ સાથે બંનેની પોલીસે ધરપકડ કરી હતી. બુટલેગર દંપતિના ૧૭ વર્ષના પુત્રને નજીક રહેતા પરિવારની ૧૩ વર્ષની બાળકી સાથે પ્રેમસંબંધ થયો હતો. 

(5:34 pm IST)