Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુરતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી લોકો સાથે ઠગાઈના કિસ્સામાં વધારો: 250 કરોડની કિંમતે ખરીદવામાં આવેલ મિલ્કતોને જપ્ત કરવામાં આવી

સુરતક્રિપ્ટો કોઇન કરન્સીમાં કરોડો રૃપિયાનું રોકાણ કરાવીને લોકોને નવડાવનારા બીટકનેક્ટમૈત્રીવિન્ટેજ,સમૃધ્ધ જીવન નામક ચાર કોઇન બહાર પાડનારા સંચાલકોએ સુરત સહિત ગુજરાતમાં ખરીદેલી રૃા.250 કરોડની કિંમતની 28 મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. સુરત સિટી પ્રાંત ઓફિસરે આ મિલકતોમાં માલિકી હકમાં સરકારનું નામ દાખલ કરાવી દીધું છે. ક્રિપ્ટો કરન્સીમાં અત્યારસુધી સમગ્ર ગુજરાતમાંથી રૃા.10 હજાર કરોડથી વધુનું રોકાણ થયેલું છે.

સુરત શહેર સહિત રાજયમાં બીટકનેકટ જેવી વર્ચ્યુઅલ કરન્સી શરૂ કરીને ઓનલાઇન રોકાણ કરાવ્યા બાદ  રૃપિયા પરત આપવાના બદલે છેતરવાના અનેક કિસ્સા બની ચુકયા છે. ગુજરાતમાંથી અત્યારસુધીમાં અંદાજે રૃા.10,000 કરોડથી વધુનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં થયું છે. કરન્સી બહાર પાડી ઠગાઇ કરનાર લેભાગુ તત્વો સામે છેવટે ગુજરાત સરકારે  પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર (જી.પી.આઇ.ડી) નામનો કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ સીટી પ્રાંત ઓફિસરને ખાસ સત્તા આપીને કાર્યવાહી કરવાના તેમજ રોકાણકારોની માહિતી મેળવીને તેમને ન્યાય અપાવવા સુચના અપાઇ છે.

(5:33 pm IST)