Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મહેસાણામાં કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી વડનગરના નરાધમે પોતાની હદ પાર કરી: યુવતી સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

મહેસાણા: શહેરમાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેણી પર એસિડ છાંટવાની ધમકીઓ આપી વિસનગર અને વડનગરના જુદા જુદા ગેસ્ટહાઉસોમાંલઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાંઆવી છે. આ મામલે ભોગ બનનારે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે વડનગરના એક યુવક વિરુદ્ધપોક્સો સહિતનીકલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.

વડનગરના કસ્બા વિસ્તારમાં રહેતા મનસુરી શાહિદ મુજારભાઈ નામના યુવકે દોઢેક વર્ષ અગાઉ આ પંથકની ૧૭ વર્ષ ૯ માસની વયની એક છાત્રાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.ત્યારબાદતેણીને મળવા બોલાવી હતી અને બન્નેના અતરંગ પળોના ફોટા પાડી લીધા હતા. આ ફોટા પિતાને બતાવી દેવાની તેમજ ભાઈને જાનથી મારી નાખવાની અનેએસીડ છાંટવાની ધમકીઓ આપીને વિસનગર ઉપરાંત વડનગરના જુદા જુદા ગેસ્ટહાઉસમાં લઈ જઈ કિશોરીની અનિચ્છાએ કુકર્મઆચર્યું હતું. તે દરમિયાન તેણે સૃષ્ટિ વિરુદ્ધનુંકૃત્ય પણ કર્યું હતું.

(5:32 pm IST)