Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગાંધીનગરમાં સે-30માં ઠેર ઠેર કચરો ઠાલવવામાં આવતા ગંદકી વધી: મચ્છરનો ઉપદ્રવ વધી જતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું

ગાંધીનગર:શહેરના સેક્ટર-૩૦માં હાલ તંત્ર દ્વારા બહુમાળી સરકારી આવાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના પગલે નીકળતો કચરો અને માટી સેક્ટરમાં આવેલી ડિફેન્સ કોલોની અને સંત નિરકારી ભવન પાસે ખડકી દેવામાં આવે છે. કાટમાળના લીધે તાજેતરમાં થયેલાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. 

પાટનગરના સેક્ટર-૩૦માં તાજેતરમાં થયેલા વરસાદના પગલે હજુ સુધી પાણી ઓસર્યા ન હોય તેમ ડિફેન્સ કોલોની અને સંત નિરંકારી ભવન  પડી રહ્યું છે. આ વિસ્તારમાં હાલ બહુમાળી સરકારી આવાસો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કામગીરી અંતર્ગત કચરો અને માટી નીકળી રહી છે. 

(5:30 pm IST)