Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગાંધીનગર: સે-5માં ઢોર પકડવા ગયેલ મનપાની ટિમ પર જીવલેણ હુમલો: તંત્ર દ્વારા લેવામાં આવશે કડક પગલાં

ગાંધીનગર:કોર્પોરેશનના ઢોરડબ્બામાંથી પશુઓ છોડાવવાની ઘટના તાજી જ છે ત્યારે આજે બપોરે સે-પમાં ઢોરપાર્ટી ઉપર હુમલો કરીને પશુઓ છોડાવી જવાની ઘટના બની છે એટલું જ નહીં સિવિલમાં લારી ગલ્લાના દબાણ હટાવવા માટે ગયેલી ટીમ ઉપર પણ હુમલો કરીને તત્ત્વો જપ્ત કરેલો માલસામાન છોડાવી ગયા હતા. ત્યારે આ મામલે હવે પોલીસ ફરીયાદ નોંધાય તેવું જાણવા મળી રહયું છે. જેથી કોર્પોરેશન તંત્રએ હવે કર્મચારીઓની સુરક્ષા માટે કડક પગલાં ભરવા જરૂરી બન્યા છે.   

રાજયના પાટનગર ગાંધીનગરમાં કોર્પોરેશનની વિવિધ ટીમો ઉપર હુમલાની ઘટના બની રહી છે. તાજેતરમાં જ સેકટર-૩૦માં આવેલા ઢોરડબ્બામાં રાત્રીના સમયે રપથી ૩૦ વ્યક્તિઓનું ટોળું ઘુસી ગયું હતું અને સિક્યોરીટી ગાર્ડ ઉપર હુમલો કરી ૧૮પ જેટલા પશુઓ છોડાવી જવામાં આવ્યા હતા. 

(5:29 pm IST)