Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ પશુ તસ્કરીના બનાવો: મૂંગા પશુઓને બાંધીને કતલખાને લઇ જનાર શખ્સને બાતમીના આધારે ઝડપ્યા: 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા

ખેડા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએથી પશુ તસ્કરીના બનાવો બન્યા છે.જેમાં પહેલો બનાવ ખેડાના હરીયાળા ચોકડી પાસે ,જ્યારે બીજો બનાવ કપડવંજ શહેરના ગાંધીજીની પ્રતિમા પાસે થયો હતો.બંને બનાવમાં મુંગા પશુઓને ક્રુરતા પૂર્વક બાંધીને લઇ જવામાં આવી રહ્યા હતા.

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવતા કપડવંજ શહેરમાં આવેલ ગાંધીજીના બાવલા પાસેથી મુંગા પશુઓ એક રીક્ષામાં લઇ જવામાં આવતા હોવાની બાતમી મળી હતી.જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસોએ  બાતમી આધારીત સ્થળે વોચ ગોઠવી હતી.જો કે ગાંધીજીની પ્રતિમા પાસેથી રીક્ષા મળી આવી હતી.તલાસી લેતા એક વાછરડુ બાંધીને કતલ કરવાના ઇરાદે લઇ જતા હોવાનુ જણાઇ આવ્યુ હતુ.જ્યારે આરોપીઓ રીક્ષા મુકીને ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે ગોવિંદભાઇ અરજણભાઇ રબારી રહે,કરશનપુરા કપડવંજે મોસિન કાસમ ભઠ્ઠીયારો અને અન્ય ૨ વ્યક્તિઓ વિરુધ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(5:29 pm IST)