Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વડોદરાના છાણી વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારીના કારણે બાળકનો ભોગ લેવાયો: લોખંડના પાઇપમાંથી કરંટ લાગતા 6 વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત

વડોદરા:શહેરના છાણી વિસ્તારમાં કેનાલ રોડ પર બિલ્ડર અને વીજ કંપનીની બેદરકારીના કારણે એક બાળકને જીવ ગુમાવવો પડયો છે. બિલ્ડરે લોખંડના સાઇન બોર્ડ પરથી વીજ વાયર ખેંચ્યો હતો. આ સાઇન બોર્ડ નીચે રમતા બાળકને કરંટ લાગ્યો હતો જેના કારણે બાળકનું સારવાર બાદ આજે મોત થયુ હતું.

શહેરની ખાનગી હોસ્પિટલમાં કામ કરતા અને છાણી કેનાલ રોડ પર શ્રીજી પાર્કમાં રહેતા રાજેશભાઇ પ્રેમજીભાઇ વાઘેલાનો ૬ વર્ષનો પુત્ર અર્પણ ગત તા.૨૩ જુનના રોજ ઘર સામે આવેલ આદિત્ય એપાર્ટમેન્ટમાં રમવા ગયો હતો. આદિત્ય એપાર્ટમેન્ટના બિલ્ડરે એપાર્ટમેન્ટમાં લાઇટની વ્યવસ્થા કરવા માટે શ્રીજી પાર્ક તરફથી એક વીજ વાયર ખેંચ્યો હતો. આ વાયર લોખંડના પાઇપ પર બનાવવામાં આવેલ આદિત્ય એપાર્ટમેન્ટના સાઇન બોર્ડ પરથી પસાર કરવામાં આવ્યો હતો.

(5:28 pm IST)