Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વડોદરા:દુકાન માલિકે ભાડુઆતનો સમાન દુકાનમાંથી બહાર ફેંકી તાળા માર્યા: ફરિયાદના આધારે નવાપુર પોલીસ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરમાં લાલકોર્ટની સામે આવેલી એક દુકાનના માલિકે ભાડુઆતનો સામાન દુકાનની બહાર ફેંકી દઇ પોતાના તાળા મારી દીધા હતા. જે અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, જ્યુબીલીબાગની પાછળ બારદાનની ગલીમાં રહેતા મહેશ સુરેશભાઇ રામી  લાલકોર્ટની સામે વિજય રેડિયો એન્ડ  સાઇકલ હાઉસ નામની દુકાન ચલાવે છે. જેમાં છેલ્લા પચાસ વર્ષથી તેઓ ભાડુઆત છે અને દુકાનના માલિક નૈષધ કાંતિલાલ પટેલ છે.  દુકાનમાલિક વર્ષ ૨૦૦૩થી ભાડુ લેતા નથી. ગત ૨૬મી તારીખે નૈષધ પટેલે (રહે. લાલકોર્ટની સામે ચરોતર ગેસની ઉપર રાજમહેલરોડ) ભાડુઆતને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના દુકાનના તાળા તોડી પોતાના નવા તાળા લગાવી દીધા હતા.

(5:27 pm IST)