Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વડોદરાના બાઘોડિયા તાલુકાની દેવ નદીમાં કાર સાથે તણાયેલ યુવકનો મૃતદેહ ૪૮ કલાકે મળ્યો

વડોદરા :27 ઓગસ્ટના રોજ વડોદરાના વાઘોડિયા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે દેવ નદીમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. દેવ નદીમાં એક અલટો કાર તણાઈ ગઈ હતી, જેમાં કારનો ચાલક પણ નદીના પ્રવાહમાં તણાયો હતો. ત્યારે છેક 48 કલાક બાદ યુવકનો મૃતદેહ નદીમાં મળી આવ્યો હતો.

વડોદરાના વાઘોડિયા તાલુકામાં બે દિવસ પહેલા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારા પાસે આવેલ કોઝવે પર ભયજનક સપાટીએ દેવ નદી ઓવરફ્લો થઈ હતી. ત્યારે એક અલ્ટો કાર કોઝવે પરતી પસાર થઈ રહી હતી ત્યારે તે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. સાથે કાર ચલાવનાર ચેતન ઠક્કર પણ નદીમાં તણાયા હતા. ચેતન ઠક્કરે મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોની નજર ગઈ હતી. પરંતુ કોઈ મદદ પહોંચે તે પહેલાં અલ્ટો કાર ચેતન ઠક્કર સાથે દેવ નદીમાં તણાઈ હતી. ત્યારે સ્થાનિકોએ મામલે પોલીસને જાણ કરી હતી.

ઘટના બાદ વાઘોડિયા પોલીસ અને મામલતદારે સ્થળ પર પહોંચીને કાર ચાલકને શોધવાની કામગીરી શરૂ કરી છે. ચેતન ઠક્કરને શોધવા NDRFની ટીમની પણ મદદ લેવાઈ છે. NDRFની 30 કલાકની શોઘખોળ બાદ પણ ચેતન ઠક્કરની ભાળ મળી હતી. આખરે 48 કલાક બાદ વાઘોડિયાના કાગડીપુરા ચેક ડેમ પાસેથી ચેતન ઠક્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ મૃતદેહન પાણી પર આવી જતા બહાર કાઢ્યો હતો. જોકે તેમની કાર હજુ સુધી હાથમાં લાગી નથી. વાતની જાણ થતા ચેતન ઠક્કરના પરિવારજનો દોડી આવ્યા હતા.

(4:43 pm IST)