Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અંદાજ સમિતિમાં નીમાબેન, જાહેર હિસાબમાં પૂંજાભાઇ, જાહેર સાહસોમાં બોખીરીયા અધ્યક્ષ

વિધાનસભાની વિવિધ સમિતિઓની રચના કરતા રાજેન્દ્ર ત્રિવેદી : વિશેષાધિકાર સમિતિના વડા રાકેશ શાહઃ બિનસરકારી કામકાજ સમિતિમાં રાઘવજી પટેલ

ગાંધીનગર, તા., ર૯: વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાની વિવિધ સમીતીઓની રચના કરી છે. હોદાની રૂએ નિયમો અને ગ્રંથાલય સમિતિના અધ્યક્ષપદે તેઓ પોતે રહેશે. અન્ય સમિતિના અધ્યક્ષ ધારાસભ્યો નીચે મુજબ છે.

* ડો.નિમાબેન આચાર્ય : અંદાજ સમિતિ

* પુંજાભાઇ વંશઃ જાહેર હિસાબ સમિતિ

* બાબુભાઇ બોખીરીયા : જાહેર સાહસોની સમિતિ

* રમણભાઇ પટેલઃ પંચાયતી રાજ સમિતિ

* રાઘવજી પટેલઃ બિન સરકારી સભ્યોના  કામકાજ સંબંધી સમિતિ

* પુર્ણેશ મોદીઃ ગૌણ વિધાન સમિતિ

* પ્રદીપ પરમારઃ અનુસુચીત જાતી કલ્યાણ સમિતિ

* વલ્લભભાઇ કાકડીયાઃ સરકારી ખાત્રી સમિતિ

* મોહનભાઇ ઢોડીયાઃ અનુસુચીત જનજાતી કલ્યાણ સમિતિ

* મહેશ રાવલઃ સભાગૃહમાં સભ્યોની ગેરહાજરી અંગેની સમિતિ

* હર્ષ સંઘવી : સભ્ય નિવાસ સમિતિ

* મુકેશ પટેલઃ સભાગૃહના મેજ પર મુકાયેલ કાગળો માટેની સમિતિ

* અર્જુનસિંહ ચૌહાણઃ અરજી સમિતિ

* રાકેશ શાહઃ વિશેષાધિકાર સમિતિ

* જીતેન્દ્ર સુખડીયાઃ સભ્યોના ભથ્થા અંગેના નિયમોની સમિતિ

* શંભુજી ઠાકોરઃ સામાજીક અને શૈક્ષણીક  પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિ

(4:21 pm IST)