Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પાટણ જીલ્લાના હારીજમાં ૩ કલાકમાં ૫ ઈંચ વરસાદ

પાટણ તા. ૨૯ : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ પાટણ જીલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં ધોધમાર  વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં હારીજમાં ફકત ત્રણ કલાકમાં ૫-ઈંચ  વરસાદ નોંધાયો. સમીમાં ૩ ઈંચ , ચાણસ્મા માં ૩ ઈંચ , રાધનપુર પાટણમાં ત્રણ ઈંચ, સાંતલપુરમાં  ૨ ઈંચ , શંખેશ્વર સરસ્વતી તેમજ અન્ય તાલુકાઓમાં પણ બે ઈંચ જેટલો  વરસાદ થતા ખેડુતોના  હૈયે હરખ  માતો નથી. સારામાં સારા મઘા નક્ષત્રમાં  માગ્યો મેઘ  વરસ્યો અને મેઘ કૃપા થતા સમગ્ર પાટણ અને બનાસકાઠા પંથકમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

છેલ્લા ૪૮ કલાક થી ધીમીધારે વરસી રહેતા વરસાદ અને પાટણ - હારીજ, રાધનપુર જેવા નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી  ભરાઇ જવા પામ્યા છે. અને લોકોને ભારે હાડમારી નો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલની કોઇ પુરતી જગ્યા ન હોઇ પ્રજા પરેશાની ભોગવી રહી છે.

વાવમાં વીજળી પડતા ૧ અને શાંતલપુરમાં બે ભેસ પર વીજળી પડતા મૃત્યુ પામ્યા હતા.  ધમાકેદાર વરસાદની એન્ટ્રીએ સુઇગામમાં એકરાતમાં ત્રણ ઈંચ રાધનપુરમાં પંથકમાં પણ ત્રણ ઈંચનો અમીવર્ષા થવા પામી છે.

(3:51 pm IST)