Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

નવસારી બોરીયાચ ટોલનાકા પાસેથી ૧.૪૩ લાખના બીયર સાથે અમીત પકડાયો

રાજકોટઃ નવસારી પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાની સુચનાથી એલ.સી.બી.પી.આઇ.વી.એસ.પલાસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જી.જોષી તથા હેડ કોન્સ. અજયભાઇ, જયેશભાઇ, બાધરસિંહ, વિજયસિંહ, વિપુલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવસારી નજીક બોરીયાચ ટોલનાકા પાસેથી જીજે૪ એટી-૧૭૭૬ નંબરનું આઇસર શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂ.૧,૪૩,૦૪૦ થી કિંમતના ૪૮૦ બીયરના ટીન મળી આવતા આઇસર ચાલક અમીત ઉર્ફે કટલ કેશુભાઇ રાજપરા (રહે. ૬૩, કોળીવાસ મોકાસરા, તા.ચોટીલા)ને પકડી લીધો હતો પોલીસે પુછપરછ કરતા બીયરનો જથ્થો મુન્નો ઉર્ફે દલસુખ મનજીભાઇ દેવીપુજક (રહે. ચોરવીગામ તા.સાયણ જી.સુરેન્દ્રનગર) બીયરનો જથ્થો ભરેલ આઇસર વાપી બોમ્બે હોટલ પાસે આપી ગયેલ અને જથ્થો સુરત પહોંચાડવાનો હોવાની કેફીયત આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)