Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાતમાં ૩પ ડેમ છલકાયા : પ૪ ડેમમાં ૭૦ ટકાથી વધુ પાણી : નર્મદાની ૧૩૪.રપ મીટર સપાટી

સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં પ૪.૭૯ ટકા પાણી

ગાંધીનગર, તા. ર૯ : ચોમાસાની ઋતુમાં રાજયમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે, તા. ૨૯ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજયના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જયારે ૩૫ જળાશયો છલકાયા છે. ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશકિતના ૮૫.૩૩ ટકા ભરાયું છે તેમ રાજયના જળ સંપત્ત્િ। વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. નર્મદા ડેમની સપાટી આજે બપોરે ૧૩૪.રપ મીટરે પહોંચી છે.

રાજયમાં હાલમાં ૫,૦૦૦ કયુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪,૪૬,૭૨૫, કડાણામાં ૮૪,૫૨૨, ઉકાઇમાં ૭૦,૭૬૩, વણાકબોરીમાં ૬૯,૩૫૭, પાનમમાં ૬,૧૪૮ કયુસેકનો સમાવેશ થાય છે.

ઉત્ત્।ર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૪.૪૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૨.૮૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૬.૨૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૭૯ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૩.૮૯ ટકા એટલે ૪,૧૧,૩૫૮.૬૬ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

(3:49 pm IST)