Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઇલેકટ્રીક વાહનોના વપરાશમાં ગુજરાત અગ્રેસર રહેશેઃ અમદાવાદમાં પ૦૦ બસો દોડાવાશે

ગાંધીનગર, તા. ર૯ :  મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ જાહેર કર્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશમાં  ઇલેકટ્રીક વાહનોના વપરાશ ને વેગ આપવા કરેલા આહ્વાનમાં ગુજરાત લીડ લેશે.  તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરમાં ૧૦ લાખ વૃક્ષો વાવવાના અભિયાનનું સમાપન અને અમદાવાદ મહાનગર માં નવી ૮ ઇલેકટ્રિક બસ ના લોકાર્પણ કરતા કહ્યું કે આગામી સમય માં અમદાવાદ મહાનગર માં ૫૦૦ ઇલેકિટ્રક બસ નાગરિકો ની સેવામાં મુકાશે

 મુખ્મંત્રી એ આવા વાહનો ના વ્યાપક ઉપયોગ સાથે ગુજરાત ને ગ્રીન કલીન અને પર્યાવરણ પ્રિય પ્રદૂષણ મુકત રાજય બનાવવા નો પણ પુનરોચ્ચાર કર્યો હતો

વિજયભાઈ એ કહ્યું કે આવી બસો મેઇક ઈન ઈન્ડિયા એટલેકે સંપૂર્ણ ભારતીય ઙ્ગબનાવટ ની બસો તરીકે પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે

મુખ્મંત્રીશ્રી એ વૃક્ષારોપણ સાથે ગુજરાતે જલ સંચય માટે જે જનભાગીદારી અભિયાન સુજલામ સુફલામ્ થી ઉપાડ્યું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે નદી નાલા તળાવો ની સફાઈ અને વરસાદી પાણી ના સંગ્રહ માટેનું આ અભિયાનથી ગુજરાત દેશ નું માર્ગદર્શક બન્યું છે

વિજયભાઈ એ રાજયમાં નાગરિક સુખાકારી સુવિધાઓ સર્વ શ્રેષ્ઠ બને એ દિશામાં રાજય સરકાર આગળ વધી રહી છે એમ પણ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

(3:41 pm IST)