Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ફ્રેન્ડ રીકવેસ્ટની ફરીયાદના કારણે નોકરી ગુમાવનાર યુવાને આ રીતે બદલો લીધેલ

ફેસબુક પર ફેક એકાઉન્ટ દ્વારા બિભત્સ કોમેન્ટ કરનાર આરોપીની પૂછપરછમાં રહસ્ય ખુલ્યું: પીઆઇ વી.બી.બારડ ટીમને વધુ એક સફળતા

રાજકોટ, તા., ર૯: ઇન્સ્ટ્રાગ્રામ પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવાની માથાકુટ સંદર્ભે એક યુવાનને એક યુવતીની ફરીયાદ આધારે  નોકરી ગુમાવવાનો વારો આવતા આ બાબતે ખાર રાખી એ યુવતીની ફેક આઇડી બનાવી   તેમા ફોટાઓ મુકવા સાથે એ યુવતીના ચારીત્ર્ય પર દાગ લાગે તે પ્રકારની કોમેન્ટો  કરી હોવાનું અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.બી.બારડ ટીમની તપાસમાં ખુલવા પામ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલા તથા એસીપી જે.એમ.યાદવ  સમક્ષ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી બિભત્સ કોમેન્ટો કરાતી હોવાની ફરીયાદ આધારે પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેની સઘન પુછપરછમાં આ હકીકત બહાર આવી હતી.

પીઆઇ વી.બી.બારડ અને એએસઆઇ પી.બી.શ્રીમાળી આઇપી લોગ ડીટેઇલ્સ આધારે ટેકનીકલ માહીતી મેળવી અને તપાસ કરતા ફેક આઇડી બનાવી બિભત્સ મેસેજ કરનાર યુવાન અમદાવાદના વટવા વિસ્તારનો દિપક મોહનદાસ હોવાનું ખુલવા પામ્યું હતું. મજકુર શખ્સની અટક અને પુછપરછ કરતા ઉપરોકત કારણ બહાર આવ્યું હતું.

(1:18 pm IST)