Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જમીન રજીસ્ટરની કાચી નોંધ, પાકી કરાવવાના લાંચના ભાવ ૧૦ લાખ !!

ખેડાના સર્કલ ઓફીસર તથા વકીલ ૫ લાખની લાંચમાં ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં રસપ્રદ વાતો જાહેરઃ કે.બી.ચુડાસમા ટીમને સફળતાની હેટ્રીક

રાજકોટ, તા., ર૯: એક જાગૃત નાગરીક  દ્વારા અમદાવાદ એસીબીમાં થયેલ ફરીયાદ સંદર્ભે રૂ.પ લાખની લાંચ એક વકીલની મદદથી લેવાના આરોપસર ગોઠવાયેલા છટકામાં નાયબ મામલતદાર (સર્કલ ઓફીસર) તથા એક વકીલને  એસીબીના ખેડાના પીઆઇ એમ.એફ.ચૌધરી તથા ટીમે અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપર વિઝનમાં બંન્ને આરોપીઓને આબાદ ઝડપી લેવાયા હતા.

એસીબી સમક્ષ એવા મતલબની ફરીયાદ થયેલ કે તેઓની ખેડા તાલુકાના પીગલજ ગામે આવેલી જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરાવવા માટે કરેલી અરજી સંદર્ભે આરોપી નાયબ મામલતદાર ભાનુપ્રસાદ વૈષ્ણવ દ્વારા ૧૦ લાખ રૂપીયાની લાંચ માંગણી કરેલ જે પૈકી રૂ. પ લાખ આપવાનું નક્કી થયેલ.

ફરીયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોય તેઓએ ખેડા એસીબીનો સંપર્ક સાધતા આરોપી વિરૂધ્ધ છટકુ ગોઠવવામાં આવેલ. જેમાં સર્કલ ઓફીસર ભાનુપ્રસાદ વૈષ્ણવ તથા ખાનગી વ્યકિત વકિલ લીયાકત ખાન પઠાણને ઝડપી લેવાયા હતા.

(1:17 pm IST)