Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુરત બાદ અમદાવાદમાં ટ્રિપલ તલાકનો બીજો બનાવ : જુહાપુરાની પરણીતાએ નોંધાવી ફરિયાદ

પૈસા આપવાની ના પાડતા સોહેલે કહ્યું હવે તારી જરૂર નથી કહી ત્રણ વખત તલ્લાક બોલી જતો રહયો

અમદાવાદ : ગુજરાતમાં સુરત બાદ અમદાવાદમાં ટ્રિપલ તલાકનો બીજો બનાવ પોલીસ ચોપડે નોધ્યો છે  અમદાવાદના જુહાપુરામાં બન્યો છે. જુહાપુરાની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે શારિરીક અને માનસીક ત્રાસ તેમજ ટ્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે.પતિએ પત્નીને ઘરે પરત લાવવા પીયરમાંથી રૂપિયાની માંગ કરી હતી.જેના માટે ના પાડતા પતિએ ત્રણ વાર તલાક તલાક બોલીને છૂટાછેડા આપી દીધા હતા. જેના આધારે પોલીસે તપાસ કરતા સાસરિયાઓ ફરાર થઈ ગયા છે.

. અમદાવાદ શહેરમાં જુહાપુરા અલ-અમીના સોસાયટીમાં રહેતી ખુશ્બુબાનુ શેખના નવ માસ પહેલા દરિયાપુરમાં રહેતા શોહેલ શેખ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બે માસ બાદ સાસુ-સસરાએ નાની વાતમાં માનસીક હેરાનગતિ શરૂ કરી હતી. તેમજ સોહેલએ ખુશ્બુબાનુને પિયરમાંથી ધંધો કરવા માટે પૈસા લાવવાની માંગણી કરી હતી.જેથી કંટાળીને ખુશ્બુબાનુએ પિતા પાસેથી ૨ લાખ રૂપિયા લઇને સોહેલને આપ્યા હતા. જે બાદ ખુશ્બુબાનુ તેના પિયરમાં રહેવા જતી તો પતિ સોહેલ તારે કોઇની સાથે અફેર છે તેમ કહી ખુશ્બુબાનુને માનસિક ત્રાસ આપતો હતો.

રમઝાન માસમાં ખુશ્બુબાનુ બીમાર પડી હતી ત્યારે પણ પતિએ દવા ન કરાવતા ખુશ્બુબાનુ પિયર જતી રહી હતી. દરમિયાનમાં પતિ સોહેલે ફરી તારે ઘરે આવવુ હોય તો તારા પિતા પાસેથી ૧ લાખ રૂપિયા લઇને આવજે.ખુશ્બુબાનુએ પૈસા આપવાની ના પાડતા પતિ સોહેલે હવે મારે તારી જરૂર નથી તેમ કહી ત્રણ વખત તલાક તલાક તલાક બોલી છૂટાછુડા આપીને જતો રહ્યો હતો.

(12:37 pm IST)