Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સફારી પાર્કમાં હવે વાઘની ત્રાડ અને સિંહની ''ડણક'' સાંભળવા મળશે વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે ઉદ્દઘાટન

નર્મદા તા. ર૯: વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા જંગલ સફારી પાર્કમાં આકર્ષણ ઉમેરાશે, પ્રવાસીઓને ટુંક સમયમાં વાઘની ત્રાડ અને સિંહની ડણક સાંભળવા મળશે.

તાજેતરમાં જ સતાધીશો દ્વારા દિપડા-હરણ લવાયા છે.

રાજય સરકાર દ્વારા ૧૦૦ હેકટર જમીન ઉપર સરદાર સરોવર ડેમ વચ્ચે જબરૂ સફારી પાર્ક બનાવી રહી છે, તેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઇ ૩૧મી ઓકટોબરે કરશે.

સફારી પાર્કને આકર્ષિત બનાવવા સાબર, હરણ, દિપડા લવાયા છે, અને હવે જુનાગઢના સકકર બાગ ઝૂમાંથી સિંહ-વાઘ પણ લવાશે. (૭.૧૮)

(11:28 am IST)