Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસોનુ લોકાર્પણ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે લીલીઝંડી આપી

કુલ 50 ઈલેક્ટ્રિક બસને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવાશે : બસમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન માટે શહેરમાં ઈલેકટ્રીક બસ દોડાવવાંમાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરાયું. અમિતભાઈ  શાહે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી રવાના કરી હતી .

  લોકાર્પણ બાદ શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. આ બસમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે

અમદાવાદમાં કુલ 50 ઈલેક્ટ્રિક બસને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ બસમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે.

અમદાવાદમાં કુલ 50 ઈલેક્ટ્રિક બસને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસ છે. આ બસને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે.

આ બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. આ સાથે જ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.

ઈલેક્ટ્રિક બસના લાભ

*   અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું સ્તર ઘટશે

*   ૧૮ બસ બેટરી સ્વેપિંગ અને ૩૨ બસ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીવાળી એમ કુલ ૫૦ બસ દોડતી કરવાનું આયોજન

*   ઇલેકટ્રીક બસ સામાન્ય ડિઝલ બસ કરતાં અત્યંત આરામદાયક અને પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકસાન કરતી નથી

*   આ બસની સૌથી મોટી વિશેષતા છે કે તેમાં એન્જિન નથી. જેથી વાયુ કે ધ્વનિ પ્રદૂષણ નહી થાય

*   બસ ઓટોમેટીક મોડ પર ચાલે છે, એટલે કે ગિયર બોક્સ નથી

*   બસમાં અનેક સુવિધાઓ અને ટેક્નોલોજી છે

*   બેટરીમાં આગ લાગવાની ઘટનાની તુરંત જાણ થશે

(9:53 pm IST)