Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર સંજય ગોરડિયાનું બ્રિટિશની સંસદમાં સન્માન કરાશે :10મી ભવ્ય સમારોહ

લંડનના હેરો ઈસ્ટ વિસ્તારના સાંસદ બોબ બ્લેકમેને આ સમારોહનું આયોજન

અમદાવાદ :ગુજરાતી રંગભૂમિનાં જાણીતા કોમેડિયન કલાકાર સંજય ગોરડિયાનું બ્રિટિશ સંસદમાં સન્માન કરવામાં આવશે. લંડનના હેરો ઈસ્ટ વિસ્તારના સાંસદ બોબ બ્લેકમેને આ સમારોહનું આયોજન કર્યું છે. લંડનમાં આ સમારોહ 10 સપ્ટેમ્બરે યોજાશે.

  સંજય ગોરડિયાએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. તેઓ કોમેડી માટે ઘણાં જ જાણીતા છે. તેઓ સંજય ગોરડિયા પ્રોડક્શ હાઉસ પણ ચલાવે છે

   તેમણે ખલનાયક, કચ્ચે ધાગે, રામ લખન, ઈશ્ક જેવી ફિલ્મો કરી ચુક્યા છે. આ સાથે તેમણે ગુજરાતી નાટક મારી વાઈફ મેરી કોમ, કહું છું સાંભળો છો, પરણેલા છો તો હિંમત રાખજો, બૈરાનાં બાહુબલી પણ ખૂબ જ જાણીતા છે

વર્ષોથી તેઓ રંગભૂમિ સાથે જોડાયેલા છે ત્યારે તેમનું બ્રિટિશ સંસદમાં સન્માન થવું એ ગુજરાતી રંગભૂમિ માટે પણ ગૌરવની વાત છે

(11:18 am IST)