Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાતના વિખ્યાત 44 તબીબો ભાજપમાં જોડાયા : પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું

ડોક્ટર પરાગ શાહ, ડો. શરદ ઠાકર, ડો મુકેશ બાવીસી અને ડૉ. નયનાબેન પટેલ જેવા જાણીતા ડોકટરો ભાજપમાં જોડાયા

ગાંધીનગર :પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના વિખ્યાત 44 તબીબીઓ ભગવો ધારણ કર્યો છે. ડોક્ટર પરાગ શાહ, ડો. શરદ ઠાકર, ડો મુકેશ બાવીસી અને ડૉ. નયનાબેન પટેલ જેવા જાણીતા તબીબોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું

   . ભાજપમાં જોડાતી વેળાએ ડોક્ટર તુષાર શાહે એનએમસી બિલથી ડોકટરો અને ભાજપ વચ્ચે અંતર વધ્યું હોવાની લાગણી પ્રદેશ પ્રમુખને વ્યક્ત કરી હતી. જયારે કે મુકેશ બાવીસીએ ભાજપમાં જોડાઈ દેશ ભક્તિ કરવા જઈ રહ્યા હોવાની વાત કરી હતી. જયારે ડોક્ટર નયના પટેલે પણ નરેન્દ્ર ભાઈ મોદી સરકારમાં મહિલા સન્માનના કારણે ભાજપમાં જોડાવાની વાત કરી હતી.

(11:51 pm IST)