Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વડતાલ ગાદીના વિવાદનો સુખદ ઉકેલની શકયતા:આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો :બેઠક યોજાઈ

મંદિરના મહંતો હરિભક્તો અને સંપ્રદાયના અગ્રણી તથા બંન્ને પક્ષના સભ્યોની બેઠક મળી

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયની ગાદીના વિવાદનો સુખદ ઉકેલ આવે તેવી શક્યતા છે  સંપ્રદાયના આગેવાન સંતો અને હરિભક્તો દ્વારા આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે  બંન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરાયું હતું

   દેવપક્ષના આચાર્ય પક્ષ વચ્ચે સમાધાનને લઇને દેવપ્રકાશ સ્વામીએ બેઠક અંગેની વાત કરી હતી અને બંન્ને પક્ષો સમાધાન કરે તેવી શક્યતાઓ વ્યક્તિ કરી હતી. અત્યારે વડતાલ સ્વમીનારાયણ મંદિરની ગાદી પર દેવપક્ષનું વર્ચસ્વ છે. જ્યારે ભક્તો દ્વારા પણ બંન્ને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવી આશા રાખી રહ્યા છે. અને વર્ષોથી ચાલી રહેલો ગાદીનો વિવાદ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

  છેલ્લા ધણા વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંતે સુખદ અંત આવે તેવી આશા દેખાઇ રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના મહંતો હરિભક્તો અને સંપ્રદાયના અગ્રણી તથા બંન્ને પક્ષના સભ્યોની બેઠક મળી હતી. અને વર્ષોથી ચાલી રહેલો ગાદીનો વિવાદ હવે પૂર્ણ થાય તેવી પૂરે પૂરી શક્યતાઓ છે.

(8:55 am IST)