Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની શરૂ

ત્રણ વર્ષથી ચૂંટણી સંલગ્ન કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓની બદલી કરવા સૂચના

ગાંધીનગરઃ  રાજ્યના રાજ્ય ચૂંટણી પંચે ખાલી વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની ઓક્ટોબરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે.  મોરવા હડફ, અમરાઈવાડી, થરાદ, ખેરાલુ, લુણાવાડા, રાધનપુર અને બાયડ સહિતની સાત વિધાનસભા પર પેટાચૂંટણી યોજવામાં આવશે.
  મળતી વિગત મુજબ  આ સાત વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ત્રણ વર્ષથી ચૂંટણી સંલગ્ન કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓ ની બદલી કરવા સૂચના આપી છે  પીએસઆઇ, ડીવાયએસપી, નાયબ મામલતદારથી લઇને ડેપ્યુટી કલેક્ટર સહિતના કર્મચારીઓની બદલી કરવામાં આવશે. પેટા ચૂંટણી વાળી બેઠકનો વિસ્તાર વતનમાં આવતો હશે તો આવા કર્મચારીઓની પણ બદલી કરાશે

(9:51 pm IST)