Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ડો. પ્રવીણભાઈ તોગડિયાને મોટો ઝટકો: ગુજરાતના ચેરિટી કમિશનરે વીએચપી-ઉત્તર ગુજરાત પ્રાંત ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું

આ પ્રકારની નોંધણી ગેરકાયદેસર: બીએપીએસ સંસ્થાનો દાખલો આપીને નોંધણી ગેરકાયે ઠેરવી

રાજ્યના ચેરિટી કમિશનમાંથી પ્રવિણ તોગડિયા જૂથને મોટો ફટકો પડ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની ઉત્તર અમદાવાદની અલગ માન્યતાને ચેરિટી કમિશનરે ફગાવી છે. આ પ્રકારની નોંધણી ગેરકાયદેસર છે. તેમ ચેરિટી કમિશનરે કહ્યુ છે. આગવી ઓળખ ઉભી કરવા માટે વિએચપી ઉત્તરની પેટા શાખાની નોંધણી કરવા અરજી કરી હતી.

ચેરિટી કમિશ્નરે નોંધણીને ગેરકાયદેસર ઠેરવી છે અને બીએપીએસ સંસ્થાનો દાખલો આપીને નોંધણી ગેરકાયદેસર ઠેરવી છે. પેટા શાખાના હિસાબો પણ મુખ્ય સંસ્થા દ્વારા જ રજૂ કરવાનો નિયમ હોય છે, ટ્રસ્ટ એકટની જોગવાઈ વિરુદ્ધનું નામ વાપરવા બદલ નોંધણી રદ કરવાનો ચુકાદો આપ્યો હોવાનું સુત્ર કહી રહ્યા છે. વીએચપી ઉત્તરનું પ્રવિણ તોગડિયા સાથે કનેકશન હોવાનું મનાય છે.

(9:12 pm IST)